હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં શનિવારથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે. 19 જૂન સુધીના વરસાદના આ રાઉન્ડમાં પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરનો ભારે પવન અને ગાજવીજ સાથે અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો
.
19 જૂન સુધીના વરસાદની સ્થિતિ જોઇએ તો, 14 જૂનને શનિવારે ઉત્ત વરસાદની શક્યતા 26% થી 50%ની છે. ત્યાર બાદ વરસાદનું જોર વધશે. જે અંતર્ગત 15 જૂનને રવિવારે વરસાદની શક્યતા 51% થી 75% સુધીની છે. જ્યારે 16 અને 17 જૂનના રોજ વરસાદની શક્યતા વધીને 75% થી વધુને રહેશે. એટલે કે, આ બંને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. જોકે, ત્યાર બાદ વરસાદ નબળો પડી શકે છે. એટલે 18 અને 19 જૂને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 26% થી 50% ની રહી શકે છે.