Press "Enter" to skip to content

ENG Vs IND First Test Headingley Leads LIVE Score Update | Shubman Gill | Jasprit Bumrah | Ravindra Jadeja | Ben Stokes | Joe Root | IND Vs ENG વચ્ચે પહેલી ટેસ્ટ: ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ લીધી; 20 જૂને સુદર્શન ડેબ્યૂ કરનાર ચોથો ભારતીય ખેલાડી, અગાઉ દ્રવિડ-ગાંગુલી-કોહલીએ કર્યું હતું

  • Gujarati News
  • Sports
  • Cricket
  • ENG Vs IND First Test Headingley Leads LIVE Score Update | Shubman Gill | Jasprit Bumrah | Ravindra Jadeja | Ben Stokes | Joe Root

સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. સાઈ સુદર્શન પોતાનું ડેબ્યૂ કરી રહ્યો છે. મેચ પહેલા ચેતેશ્વર પૂજારાએ તેને ડેબ્યૂ કેપ આપી હતી. સુદર્શન ભારતનો 317મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. તે 20 જૂને ટેસ્ટ ડેબ્યૂ કરનાર ચોથો ભારતીય ખેલાડી છે. તેની પહેલા રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ આ તારીખે ડેબ્યૂ કર્યું છે. ખાસ વાત એ છે કે ત્રણેય 100 કે તેથી વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે.

ટીમે છેલ્લી ટેસ્ટ 2021માં રમી હતી, જેમાં તેને ઇનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં પોત-પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ભારત WTCના પહેલા બે ફાઈનલમાં રનર-અપ રહ્યું હતું. 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડ હજુ સુધી એક પણ ફાઈનલ રમી નથી.

ટીમ ઈન્ડિયા 25 વર્ષના યુવા કેપ્ટન શુભમન ગિલની લીડરશીપમાં ઉતરશે. જ્યારે ઇંગ્લેન્ડની કમાન 34 વર્ષના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સંભાળી રહ્યા છે.

બન્ને ટીમની પ્લેઇંગ-11

ઇંગ્લેન્ડ (ENG): બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઈડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.

ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ-કેપ્ટન), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.

લાઈવ અપડેટ્સ

29 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઈ સુદર્શન પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો છે

30 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમવા ઉતરશે

32 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતની પ્લેઇંગ-11

33 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મેચ પહેલાના 3 PHOTOS

39 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું- ‘હેડિંગ્લીમાં ક્રિકેટ માટે સારી વિકેટ છે. અમારી ટીમ આ ટેસ્ટ માટે સંપૂર્ણપણે તૈયાર છે.’ તે જ સમયે, ભારતીય કેપ્ટન શુભમન ગિલે કહ્યું- અમે પણ બોલિંગ કરવાનું પસંદ કર્યું હોત.

41 મિનિટ પેહલા

  • કૉપી લિંક

20 જૂને 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું, બધાએ 100 ટેસ્ટ રમી

સાઈ સુદર્શન 20 જૂને ટેસ્ટ ડેબ્યૂ કરનાર ચોથો ખેલાડી બન્યો છે. આ પહેલા રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીએ આ તારીખે ડેબ્યૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ બધાએ 100 થી વધુ ટેસ્ટ મેચ રમી છે.

48 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સાઈ સુદર્શન ડેબ્યૂ કર્યું, પૂજારાએ તેને કેપ આપી

ચેતેશ્વર પૂજારા સાઈ સુદર્શનને ડેબ્યૂ કેપ આપી.

ચેતેશ્વર પૂજારા સાઈ સુદર્શનને ડેબ્યૂ કેપ આપી.

આ મેચમાં તમિલનાડુના યુવા બેટર સાઈ સુદર્શન ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેને ચેતેશ્વર પૂજારાએ ડેબ્યૂ કેપ આપી હતી.

59 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટેસ્ટમાં ઇંગ્લેન્ડનું ભારત પર પ્રભુત્વ

ભારતે પોતાની ક્રિકેટ સફર 1932માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને જ શરૂ કરી. ત્યારથી અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કુલ 136 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં 51 ઇંગ્લેન્ડે પોતાના નામે કર્યા, જ્યારે 35 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે, 50 ટેસ્ટ ડ્રો રહ્યા. ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 67 ટેસ્ટ રમી. 9 જ મેચ જીતી, પરંતુ ટીમે અહીં 22 ટેસ્ટ ડ્રો પણ કરાવ્યા છે. 36 મુકાબલાઓમાં ઇંગ્લેન્ડને જીત મળી.

બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 36 ટેસ્ટ સિરીઝ રમાઈ છે. 19 ઇંગ્લેન્ડે અને 12 ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે 5 ડ્રો રહી. 1932થી 2025 સુધી 94 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડમાં 19 ટેસ્ટ સિરીઝ રમી. ભારતે 3 જીતી, જ્યારે 2 ડ્રો રમી. જ્યારે, 14માં ટીમને હારનો સામનો કરવો પડ્યો. ભારતે ઇંગ્લેન્ડમાં છેલ્લે વર્ષ 2007માં ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી હતી. આ સિરીઝ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જીતવામાં આવી હતી.

1 કલાક પેહલા

  • કૉપી લિંક

યશસ્વી-પંત ટૉપ બેટર્સ

ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલે છેલ્લા એક વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 10 મેચમાં 40.52ની એવરેજથી 770 રન બનાવ્યા છે. તેના બાદ વિકેટકીપર બેટર રિષભ પંતનું નામ છે, જેણે 10 મેચમાં 677 રન બનાવ્યા છે. પંતે એક સદી અને 4 ફિફ્ટી પણ લગાવી છે. ફેન્સની નજર કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલ પર રહેશે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદગી થયેલી ટીમમાં જસપ્રીત બુમરાહ ભારતીય ટીમના પેસ એટેને લીડ કરશે. તેણે છેલ્લા 9 મેચમાં 46 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઇકોનોમી માત્ર 2.84 રહી છે. બુમરાહ ઉપરાંત ટીમમાં મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અર્શદીપ સિંહના નામ છે. સ્પિનર્સમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા મહત્ત્વના સાબિત થઈ શકે છે.

09:15 AM20 જૂન 2025

  • કૉપી લિંક

રૂટ-બ્રુક શાનદાર ફોર્મમાં

ઇંગ્લેન્ડના અનુભવી બેટર જો રૂટે છેલ્લા એક વર્ષમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 13 મેચમાં 1270 રન બનાવ્યા છે. આ દરમિયાન 5 સેન્ચુરી અને 4 ફિફ્ટી પણ લગાવ્યા છે. રૂટ બાદ હેરી બ્રુકનું નામ છે, જેણે 12 મેચમાં કુલ 1100 રન બનાવ્યા છે.

છેલ્લા એક વર્ષને જોવામાં આવે તો ઇંગ્લિશ ટીમ માટે સૌથી વધુ વિકેટ જેમ્સ એટકિન્સને લીધી છે. જોકે તેને પહેલા ટેસ્ટની પ્લેઇંગ-11માં સામેલ કર્યો નથી. સ્પિનર શોએબ બશીરનું નામ તેના બાદ આવે છે. બશીરે 12 મેચમાં 32 વિકેટ લીધી છે. ઇંગ્લેન્ડના સ્ક્વૉડમાં ક્રિસ વોક્સ પણ છે. તેના નામે 9 મેચમાં 32 વિકેટ છે.

09:15 AM20 જૂન 2025

  • કૉપી લિંક

પીચ રિપોર્ટ

આ વખતે લીડ્સના હેડિંગ્લે મેદાન પર ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે, જે સામાન્ય રીતે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ત્રીજી ટેસ્ટ હોય છે. આ વખતે અહીંનું વાતાવરણ પણ થોડું અલગ છે. ફેબ્રુઆરીથી અહીં વરસાદ પડ્યો નથી, અને મેદાન સંપૂર્ણપણે સૂકું પડ્યું છે. આનાથી પીચની તૈયારી પણ અલગ રીતે કરવામાં આવી છે.

લીડ્સના પીચ ક્યૂરેટર રિચર્ડ રોબિન્સનએ ક્રિકઇન્ફોને જણાવ્યું કે પહેલા દિવસે કેટલીક સ્વિંગ અથવા સીમ મૂવમેન્ટ મળી શકે છે, પરંતુ તે પછી આ પીચ સપાટ થઈ જશે. આનાથી બેટર્સને પણ મદદ મળશે. હેડિંગ્લેમાં અત્યાર સુધી 81 ટેસ્ટ રમાઈ છે. પહેલા બેટિંગ કરનારી ટીમે 29 અને પહેલા બોલિંગ કરનારી ટીમે 34 મેચ જીતી છે. 18 મુકાબલાઓ ડ્રો પર સમાપ્ત થયા છે.

09:14 AM20 જૂન 2025

  • કૉપી લિંક

વેધર રિપોર્ટ

લીડ્સમાં પહેલા દિવસે, એટલે કે 20 જૂનના રોજ હળવા વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે, પરંતુ બીજા દિવસે, 21 જૂનના રોજ 66% વરસાદની આશંકા છે. 22 જૂનના રોજ પણ 61% વરસાદની શંકા છે. તે પછી ચોથા દિવસે તડકો નીકળવાની સંભાવના છે. પાંચમા દિવસે ફરીથી વરસાદ છે. પહેલા દિવસે તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

09:14 AM20 જૂન 2025

  • કૉપી લિંક

મેચ કયારે અને ક્યાં જોઈ શકાશે?

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝની પહેલી મેચનું લાઇવ પ્રસારણ ભારતમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક 1, સોની સ્પોર્ટ્સ 5, સોની સ્પોર્ટ્સ 3 (હિન્દી) અને સોની સ્પોર્ટ્સ 4 (તમિલ અને તેલુગુ) પર થશે. લાઇવ સ્ટ્રીમિંગ JioHotstar એપ પર થશે. જ્યારે મેચ રિપોર્ટ અને લાઇવ અપડેટ્સ દિવ્ય ભાસ્કર એપ પર પણ વાંચી શકો છો.

Source link