Press "Enter" to skip to content

આકાશ દીપ, નીતીશ, વૉશિંગ્ટન બીજી ટેસ્ટની ટીમમાં…તો પછી કોની બાદબાકી થઈ?

એજબૅસ્ટનઃ ભારતે આજે અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ માટેની પ્લેઇંગ-ઇલેવનમાંથી જસપ્રીત બુમરાહ (BUMRAH)ને આરામ આપ્યો હતો તેમ જ શાર્દુલ ઠાકુર (SHARDUL THAKUR) અને સાઇ સુદર્શનને ટીમની બહાર રાખ્યા હતા. બુમરાહના સ્થાને આકાશ દીપને ઇલેવનમાં સમાવાયો છે.

સાઇ સુદર્શન (SAI SUDARSHAN) પ્રથમ ટેસ્ટ (જે તેની ડેબ્યૂ ટેસ્ટ હતી)માં સારું નહોતો રમ્યો. પહેલા દાવમાં તે શૂન્યમાં આઉટ થયા બાદ બીજા દાવમાં 30 રનમાં આઉટ થઈ ગયો હતો. તેને આજે પડતો મૂકીને નીતીશ કુમાર રેડ્ડીને રમવાનો મોકો અપાયો છે.

શાર્દુલ ઠાકુર પણ પહેલી ટેસ્ટમાં અપેક્ષા કરતાં ખૂબ નબળું રમ્યો હતો. તેના સ્થાને સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમવાની તક આપવામાં આવી છે.

આ પણ વાંચો: એશિયા કપ 2025 ની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ, ભારત-પાક.ની મેચ ક્યારે યોજાશે?

ઇંગ્લૅન્ડે પ્લેઇંગ-ઇલેવન મંગળવારે જ જાહેર કરી દીધી હતી અને એણે પ્રથમ ટેસ્ટની જ ટીમ જાળવી રાખી છે.
બુમરાહને વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે આ મૅચમાં નથી રમાડવામાં આવ્યો. તેણે સિરીઝની પહેલાં જ કહ્યું હતું કે તે સિરીઝની પાંચેય ટેસ્ટ નહીં રમે.

કુલદીપ યાદવનું નામ આજની મૅચ માટે ખૂબ ચર્ચામાં હતું, પણ બૅટિંગ હરોળને વધુ મજબૂત કરવાના હેતુથી જ વૉશિંગ્ટનને સિલેક્ટ કરવામાં આવ્યો છે.

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર વેઇન લાર્કિન્સ તાજેતરમાં અવસાન પામ્યા હતા અને તેમને અંજલિ આપવા બ્રિટિશ ક્રિકેટરો હાથ પર કાળી પટ્ટી પહેરીને રમી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ‘ મુંબઈ સમાચાર ‘ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Source link